સ્વચ્છ સાબરમતી અભિયાનમાં જોડાયા મ્યુનિસિપલ કમિશનર સહિત અમદાવાદીઓ!

અમદાવાદ: ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહિયારા પ્રયાસથી હાલમાં સ્વચ્છ સાબરમતી અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત, 9મી જૂનનાં રવિવારનાં રોજ પાલડી- સરદાર બ્રિજ પાસે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં સાબરમતી નદીના તટમાં ઉતરીને રહેલો કચરો અને ગંદકી સાફ કરવા શહેરનાં પ્રબુદ્ધ નાગરિકો ઉમટી પડ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સહિત ઘણાં લોકોએ સક્રિયપણે આ અભિયાનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે અમદાવાદનાં વિવિધ બ્રિજ નીચે રહેલો કચરો સાફ કરીને સાબરમતી સ્વચ્છ બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સાબરમતીને સ્વચ્છ કરીને ફરીથી પહેલાં જેવી સુંદર બનાવવાનો છે, જેથી લોકોના મનમાં સાબરમતી વિશે રહેલી એક છાપ દૂર થાય. સાથે જ ભારતનાં પહેલાં હેરિટેજ સિટી એવા અમદાવાદની શાનમાં પણ વધારો થાય.

Leave a Reply