આવતીકાલથી પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ- આગાહી

ગાંધીનગર: હવામાન ખાતાની આગાહી મુજબ આવતીકાલે એટલે કે 12મી જૂનથી ગુજરાતમાં ચોમાસુ વિધિવત પ્રવેશ કરશે અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં તેની હાજરી વર્તાશે. અરબી સમુદ્રનાં પવનો પરથી આ અનુમાન લગાવાઇ રહ્યું છે.

મહત્વનું છે કે, કેરળમાં 8મી જૂનનાં રોજ ચોમાસાએ માજા મૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ આવતીકાલથી વરસાદની સિઝન શરૂ થઇ શકે છે. જોકે, અરબી સમુદ્રમાં ઊભા થયેલા લો પ્રેશરનાં કારણે વાવાઝોડું પણ આવી શકે છે, જેને પગલે તંત્રએ હાઇ-એલર્ટ પણ જાહેર કર્યુ છે. જો વાવાઝોડું આવે, તો ચોમાસુ પાછળ ધકેલાઇ શકે છે.

માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ પણ છે. આ પહેલાં હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ધીરે-ધીરે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. આ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપવામાં આવ્યું છે, જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાં સાથે 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

Leave a Reply