#CWC19: શું LED વાળી ચકલી બની રહી છે માથાનો દુ:ખાવો?

ક્રિકેટ એક મજેદાર રમત છે અને આ રમતને ટેક્નોલોજીના મદદથી વધુ સુગમ બનાવવામાં સમય સમય પર તેમા બદલાવો કરવામાં આવ્યા. જેમ કે ટીવી રીપ્લે વડે રન-આઉટ અથવા સ્ટંપિંગ જેવા નાજુક નિર્ણયો લેવામાં આવવા મંડ્યા. અને સૌથી તાજેતરમાં એમ્પાયરના નિર્ણયને પડકારવામાં ટીમ “રિવ્યૂ” લઈ શકે છે.

આ સાથે જ સ્ટ્મ્પ્સમાં કેમેરા અને માઈક્રોફોન બેસાડવામાં આવ્યા જેનાથી ખેલાડીઓને સ્પષ્ટ નિર્ણય મેળવી શકે. જો કે આ બધામાં સ્ટમ્પ્સ પર બેસાડલી ચકલી (બેલ્સ) આજકાલ ચર્ચામાં છે. કહેવામા આવે છે કે આ નવી LED ચકલીઓ પહેલાની લાકડાથી બનેલી ચકલીઓ કરતાં વજનમાં વધુ ભારે છે અને આ જ કારણે આ વિશ્વકપમાં 5 વાર બોલ સ્ટમ્પને લાગ્યા પછી પણ ચકલીઓ પડી નહીં જેના કારણે બેટ્સમેન નોટ-આઉટ ગણાયો. જો કે હજી આ સ્પષ્ટ નથી થયું કે ચકલિયો ભારી છે કે સ્ટમ્પ્સ પર ચકલી બેસાડવાની જે જગ્યા, જેને ઇંગ્લિશ ભાષામાં ગ્રૂવ્સ કહેવાય છે તે ઊંડા છે. વાત કોઈ પણ હોય, નુકસાન તો બોલિંગ ટીમનું થાય છે.

ક્રિકબઝ વેબસાઇટના મુજબ, એરોન ફિંચએ 8મી જૂન ના રોજ થયેલી પ્રેસ કોંફરેન્સમાં ટિપ્પણી કરી હતી  કે આ નવી LED બેઇલ્સ (ચકલીઓ) ભારી લાગે છે.

તો ચાલો પાચ એવા બનાવો જાણીએ જ્યારે આ વિશ્વકપમાં બોલ સ્ટમ્પ્સને લાગ્યા પછી પણ બેલ્સ પડી નો હતી.

1 – મેચ 14; ભારત વિ. ઓસ્ટ્રેલિયા

મેચ ના પહેલા જ બોલ પર જસપ્રીત બુમરાહનો બોલ ડેવિડ વોર્નરના બેટને અંદરના ભાગમાં લાગીને લેગ-સ્ટંપ પર જઈ લાગ્યો પણ બેલ્સ તેના જગ્યાએથી નો હલી.

2 – મેચ 12; ઇંગ્લેન્ડ વિ. બાંગ્લાદેશ

બેન સ્ટોક્સનો બોલ બેટ્સમેન સૈફઉદ્દીન ના શરીરને લાગીને સ્ટમ્પ્સ પર લાગ્યો પણ બેલ્સ તેના જગ્યાએથી નો હલી.

3 – મેચ 10; ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટ ઈન્ડિઝ

મિચેલ સ્ટાર્કએ જ્યારે ક્રિસ ગેલને શૉટ મારવા લલચાવ્યો ત્યારે ગેલ બોલને મારી નો શક્યા અને બોલ જઇ સ્ટંપ્સને લાગ્યો, પણ બેલ્સ નો પડી. જો કે એમપારએ તેને આઉટ કરાર આપ્યો પણ રિવિયુના કારણે તે બચી ગયા.

4 – મેચ 3; ન્યૂઝીલેન્ડ વી. શ્રીલંકા

કિવિ બોલર બોલ્ટએ શ્રીલંકાઇ બેટ્સમેન કરૂણરત્નેને જે બોલ નાખ્યો તેને કરૂણરત્નેને ક્રીઝમાં જગ્યા બનાવવા મજબૂર કર્યો અને આ કરતાં બોલ, બેટના નીચલા ભાગમાં લાગીને સ્તમ્પ્સને જઈ લાગ્યો. પણ નસીબ જોગે, બેલ્સ સ્ટમ્પ્સ પરથી ઊઠીને ફરીથી જગ્યાએ બેસી ગઈ અને કરૂણરત્ને આઉટ નો થયો.

5 – મેચ 1; દક્ષિણ આફ્રિકા વિ. ઇંગ્લેન્ડ

આદિલ રશીદની એક બોલ પર આફ્રિકન બેટ્સમેન ડી-કોકએ કટ શૉટ ફટકાર્યો, બોલ ઓફ સ્ટંપને લાગીને બાઉન્ડ્રી તરફ જતો રહ્યો. પણ બોલ જ્યારે ઓફ સ્ટંપને લાગ્યો ત્યારે બેલ્સ જગ્યા પરથી નીકળી અને ફરી બેસી ગઈ.

Leave a Reply