ભારતની ચંદ્ર તરફ બીજી કુચ; 15મી જુલાઇના રોજ કરશે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) ભારતના અંતરિક્ષમાં પ્રભુત્વના સ્વપ્નને પૂરું કરવા ભરશે મોટું ડગલું. 15મી જુલાઇ ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ કરાશે. ચંદ્રયાન-2 અંતરિક્ષયાનના 3 ભાગ છે – ઓરબિટર, લેંડર (વિક્રમ) અને રોવર (પ્રાજ્ઞાન). ઓરબિટર ચંદ્રની ફરતે ભ્રમાંકક્ષામાં રહેશે, અને રોવર, જેનું નામ પ્રાજ્ઞાન છે, તે ચંદ્રની સપાટી પર વિવિધ પ્રકારના સંશોધન કરશે અને પાણીની શોધ પણ કરશે.

સમાચાર વેબસાઇટોના મુજબ ચંદ્રયાન-2ને પૃથ્વીથી ચંદ્ર તરફ જવા 58 દિવસનો સમય લાગશે અને ત્યાર બાદ વધુ 4 દિવસ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર વિક્રમયાનને ઉતારવામાં આવશે.

ઇસરોના ચેરમેન કે. સીવનએ જણાવ્યુ કે ચંદ્રયાન -1ની જેમ જ ચંદ્રયાન – 2ની પણ સમાન વૈજ્ઞાનિક રણનીતિ હશે. ચંદ્રની સપાટી પર ઉતારવા 15 મિનિટનો સમય લાગશે અને આ જ સમય અતિ નાજુક હશે કારણ કે ઇસરોએ આવો પ્રયોગ પહેલા ક્યારેય કર્યો નથી.

ચંદ્રયાન 1ને 22 ઓક્ટોબર 2008ના રોજ પ્રેક્ષપણ કરાયું હતું અને તેના પર બેસાડેલા વિવિધ યંત્રોના મારફતે ભારતે ચંદ્રની સપાટી પર રહેલા પાણીના મોલીક્યુલ હોવાની પુષ્ટિ કરી હતી. જો કે 29 ઓગસ્ટ 2009ના દિવસે અંતરિક્ષયાન સાથેનું સંપર્ક તૂટી ગયું હતું.

ચંદ્રયાન – 2 પર 15 પ્રકારના યંત્રો હશે જેમનું એક યંત્ર અમેરિકન અંતરિક્ષ સંસ્થાન, નાસાનું રહશે. વધુ માહિતી આપતા કે. સીવનએ કહ્યું કે જે લેંડર હશે તેનું કામ બહુ જ ધીમું હશે, અને રોવરની ગતિ એક સેન્ટિમિટર પ્રતિ સેકન્ડની હશે. રોવર 500 મીટર જેટલું અંતર ચાલશે અને તેનું જીવન કાળ ચંદ્રના એક દિવસ, એટ્લે પૃથ્વીના 14 દિવસ જેટલું રહશે. ચંદ્રયાન – 2નું પ્રક્ષેપણ ઇસરોના સૌથી ઉત્કૃષ્ટ પ્રક્ષેપણ યાન GSLV માર્ક 3 દ્વારા કરવામાં આવશે.

Leave a Reply