નોકિયા 8.1 થયો સસ્તો, ફક્ત રૂ. 19,999માં મેળવો આ ફીચર-યુક્ત ફોન

ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ટકી રહેવું સહેલું નથી અને આ જ કારણે ફોન કંપનીઓએ ફોનની કિમતોમાં સમય સમય પર બદલાવ કરવો પડે છે. હાલમાં જ Xiaomi એ તેના ફ્લેગશિપ ફોન Pocco F1ની  કિમતમાં ઘટાળો કર્યો. આ સિવાય એમેઝોન પર ચાલી રહેલા ફોન સેલમાં પણ OnePlus અને iPhone તેની સાચી કિમતથી ઓછા ભાવમાં મળી રહ્યા છે. તો આ ડિસ્કાઉન્ટની સિઝનમાં નોકિયા શું કરવા પાછળ રહે!

HMD ગ્લોબલ, નોકિયાની મુખ્ય કંપનીએ ગત વર્ષ ઘણા ફોન લોન્ચ કર્યા જેમાં નોકિયા 5.1, નોકિયા 6.1 પ્લસ જેવા ફીચર-યુક્ત ફોન ભારતમાં લોન્ચ કરાયા. આ વર્ષે નોકિયા 7.1 અને 8.1 પણ લોન્ચ થયા પણ ત્યારે કિમતો વધારે હતી.

નોકિયા 8.1 4GB/64GBનું મોડલ રૂ. 26,999માં અને 6GB/128GBનું મોડલ રૂ. 29,999માં લોન્ચ થયું હતું. હવે બંને મોડલ પર મોટું ડિસ્કાઉંટ આપતા આ મોડલ સસ્તા થયા છે. નવી કિમત પ્રમાણે હવે નોકિયા 8.1 4GB/64GB રૂ. 19,999માં અને 6GB/128GB રૂ. 22,999માં મળશે.

નોકિયા ભારતના સ્માર્ટફોન માર્કેટમાં તેનું વર્ચસ્વ બનાવવા માંગે છે અને કદાચ આ જ કારણ હોય શકે કે તેના આ ફીચર-યુક્ત ફોન તેઓ ઓછા ભાવમાં વેચે છે.

નોકિયા 8.1ના ફીચર!

પ્રોસેસર – Qualcomm Snapdragon 710 SoC

ફ્રન્ટ કેમેરો – 20MP selfie

બેક કેમેરો – 12MP primary camera અને 13MP secondary depth-sensor

બેટરી – 3500mAh

સ્ક્રીન – 6.18-inch full-HD+ display અને 18.7:9 aspect ratio

Leave a Reply