મુંબઇ એરપોર્ટ પર ટળી જાનહાનિ: સ્પાઇસજેટનું વિમાન ઢસડાયું

મુંબઇ: મહારાષ્ટ્રનાં મુંબઇમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરમાં ભારે હાલાકી સર્જાઇ છે. આ વચ્ચે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ છે. ગતરોજ ડોમેસ્ટિક ફ્લાઇટ પ્રોવાઇડર સ્પાઇસ ડેટની SG 6237 જયપુર-મુંબઇ ફ્લાઇટ એરપોર્ટના મુખ્ય રનવે પર લેન્ડિંગ કરી રહી હતી. આ સમયે વિમાનનાં આગળનાં વ્હિલમાં ખામી સર્જાતા તે રન-વે પર ઢસડાયું હતું.

આ અંગે મળતી જાણકારી અનુસાર, જયપુર-મુંબઇ ફ્લાઇટ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી, ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો. આ દુર્ઘટના બાદ એરપોર્ટનો મુખ્ય રન-વે પરનો વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે અને બીજા રનવે થી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નથી અને બધા યાત્રીઓ સુરક્ષિત છે.

યાત્રીઓ દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં ઓક્સીજન માસ્કને લટકતા અને યાત્રીઓને સ્પાઇસ ફ્લાઇટની બહાર નીકળવા માટે લાઇનમાં જોવા મળી રહ્યાં છે. ઘટના બાદ મુખ્ય રન-વે બંધ કરી દેવામાં આવ્યો છે અને ઉડાન સંચાલન માટે બીજા રન-વેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply