મિત્રએ જ કરી મિત્રની કરપીણ હત્યા, જાણો કેમ?

પાટણ: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ગુનેગારોને જાણે કે કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ હત્યા કરતા પણ અચકાતા નથી. દરમિયાન પાટણ જિલ્લામા એક મિત્ર દ્વારા જ મિત્રની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના બોરસણ ગામમાં એક યુવકે પોતાની બહેન સાથે આડાસંબંધનો વહેમ રાખીને પોતાના મિત્રની જ હત્યા કરી દીધી હતી. બોરસણ ગામમાં રહેતા પ્રકાશભાઈ નામનો યુવાન રામનગર ખાતે આવેલ એક ઘેટાં ફાર્મમાં મજૂર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન રવિવારના દિવસે રજા હોવાથી રાત્રીના સમયે ગામ તરફ જવાના રસ્તા પર જઈ રહ્યો હતો. એ વખતે તેને મિત્ર જીગર મકવાણા ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે પેશાબ કરવાના બહાને તેને એકાંતમાં લઈ ગયો હતો અને તેના ગળા અને છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા. બાદમાં તે તેને રસ્તામાં ફેકીને ફરાર થઈ ગયો હતો. દરમિયાન કોઈ તેને રસ્તામાં પડેલો જોઈને પરિવારજનોને જાણ કરી હતી. સરવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં તેનુ મોત નિપજ્યુ હતુ.

મૃતકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આરોપી મિત્ર જીગર મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply