બહુ રાહ જોવડાવ્યા બાદ ગાંધી બ્રિજનું ઉદ્ઘાટન કરશે ગૃહમંત્રી

ગાંધીનગર: કેન્દ્ર સરકારમાં મહત્વનું પદ મેળવ્યા બાદ અમિત શાહ આજરોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેઓ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજરોજ બપોરે ત્રણ કલાકે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. અહીં એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. 

તેમના આજના કાર્યક્રમોમાં અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનનાં 2 ખાસ પ્રોજેક્ટનું લોકાર્પણ સમાવિષ્ટ છે. મહત્વનું છે કે, ગૃહમંત્રી બન્યા પછી પ્રથમ વખત અમિત શાહ અમદાવાદ તારીખે આવી રહ્યા છે, ત્યારે કાર્યકર્તાઓના ઉત્સાહ વધુ આજે વધુ જોવા મળ્યો છે. આ સાથે જ ગુજરાતમાંથી 26 માંથી 26 બેઠક ભાજપ જીતનો જશ્ન તેમની હાજરીમાં ફરીથી ઉજવવામાં આવશે.

અમદાવાદનાં અતિ વ્યસ્ત એવા આશ્રમ રોડ પર ખાસ ઇન્કમટેક્સ ફ્લાયઓવર અને નારણપુરા કોમ્યુનિટી હોલને અમદાવાદની જનતા માટે અમિત શાહ ખુલ્લો મૂકશે. રૂ.57 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ નીચે 175 ફોર-વ્હીલર, 450 ટુ-વ્હીલર પાર્ક થઈ શકશે અને ટ્રાફિક હળવો બનશે, જેથી આશ્રમ રોડ પર ટ્રાફિકની સમસ્યા ઘટશે. બીજી તરફ રૂપિયા 18.42 કરોડના ખર્ચે ડી.કે.પટેલ હોલ બનાવવામાં આવ્યો છે. અમિત શાહનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મેયર બીજલ પટેલ તેમજ ભાજપના અનેક કાર્યકરો હાજર રહેશે. 

આવતીકાલે 4 જુલાઇએ સવારે અમિત શાહ જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે અને સહપરિવાર ભગવાનના દર્શન કરશે. જગન્નાથનાં દર્શન કર્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. 

Leave a Reply