કોંગ્રેસનાં પ્રેસિડેન્ટ પદેથી રાહુલ ગાંધીએ આપ્યુ રાજીનામુ

નવી દિલ્હી: લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આજરોજ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે એક ઓપન લેટર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે ‘અધ્યક્ષ પદે રહેવા મળ્યું, તેને હું મારું સન્માન સમજું છું. પાર્ટી અને તેમની સાથે જોડાયેલા લોકોનો આભાર માનું છું.’

આ રાજીનામા સાથે જ કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બનશે, તેની પણ અટકળો શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ લેટરમાં જણાવ્યું કે 2019માં કોંગ્રેસની હારની જવાબદારી તેઓ સ્વીકારે છે. સાથે જ તેઓ નવા અધ્યક્ષને પસંદ પોતે નહીં કરે, તેમ જણાવે છે.

આ પહેલાં 2019ની લોકસભા ચૂંટણીમાં હાર મેળવ્યા બાદ રાહુલ ગાંધી તરત રાજીનામું આપશે, એવી અટકળો વહેતી થઇ હતી. હાલમાં રાજીનામાની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે તેઓ કોઇ પણ કિંમત પર રાજીનામું પાછું લેવાના મૂડમાં નથી. આ સાથે જ તેમણે કહ્યું છે કે, જેમ બને તેમ જલદી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઇએ.

Leave a Reply