એલ.જી. હોસ્પિટલમાં સામે આવી તંત્રની વધુ એક બેદરકારી

અમદાવાદ: શહેરની એલ.જી. હોસ્પિટલ છેલ્લા ઘણાં સમયથી સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે, ત્યારે  હોસ્પિટલ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીના કારણે નવજાત શિશુનું મોત થયુ હોવાનો હવે આરોપ લાગ્યો છે.

ગતરોજ એલ.જી. હોસ્પિટલમાં વહેલી સવારે શ્રમજીવી પરિવારની મહિલા સાથે દુખદ ઘટના બની હતી, જેમાં તેણે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાનું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે. એલજી હોસ્પિટલમાં એક મહિલાને હોસ્પિટલના બેડ પર જ પ્રસૂતિ થઈ ગઈ હતી, પરંતુ નવજાત બાળક બેડ પરથી નીચે પડ્યું હતું અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પરિણામે ત્યારે પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે કે, એ સમયે નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્ટ હાજર ન હોવાને કારણે બાળક નીચે પડ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલની સારવાર બાબતે દિવસે ને દિવસે ઘણી ફરિયાદો સામે આવે છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઇ નક્કર પગલાં લેવાશે કે કેમ, તે જોવાનું છે.

Leave a Reply