રાહુલ ગાંધીના રાજીનામા પર પ્રિયંકા ગાંધીનું ખાસ નિવેદન

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સમયથી રાહુલ ગાંધીના અધ્યક્ષ પદને લઇને જે સમસ્યા ચાલી રહી હતી, તેનો ગતરોજ અંત આવ્યો છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે, જેના પછી વિવિધ કોંગ્રેસી નેતાઓ તરફથી આ બાબતને લઇને પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાહુલ ગાંધીના બહેન એવા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને રાહુલ ગાંધીના આ નિર્ણયને આવકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે, જેને લઇને તેની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં પ્રિયંકાએ લખ્યું છે કે, “રાહુલ તમે જે કર્યુ, તેવી હિંમ્મત ઘણા ઓછા લોકોમાં હોય છે. તમારા નિર્ણયનું સમ્માન કરીએ છીએ.”

આ સાથે રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના અધ્યક્ષ કોણ તે અંગે પણ અટકળો શરૂ થઇ ગઇ છે. જોકે, આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Leave a Reply