ભગવાન જગન્નાથની ભવ્ય 142મી રથયાત્રાનો લ્હાવો લેતાં નગરજનો

અમદાવાદ: આજરોજ અષાઢી બીજ એટલે કે રથયાત્રા છે, જ્યારે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજરોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી.

આ રથયાત્રામાં 15  શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા-અંગ કસરતના પ્રયોગો સાથે, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા, 2000 સાધુ-સંતો સામેલ થયા છે. આ ઉપરાંત, 1000થી વધારે ખલાસીઓ રથ ખેંચી રહ્યાં છે.

મહત્વનું છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા છેલ્લા 69 વર્ષથી એક જ રથમાં નીકળે છે. જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ લોકો વધુને વધુ ભક્તો રથયાત્રામાં જોડાઈ રહ્યાં છે. ભગવાનના ત્રણેય રથો જમાલપુરથી કોર્પોરેશન પહોંચ્યા છે, જ્યારે ગજરાજ કાલુપુર પહોંચ્યા છે.  તો શણગારેલા ટ્રક ખાડિયા પહોંચ્યા છે. ત્યારે ખાડિયામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યા છે.

Leave a Reply