અમરનાથ યાત્રા: પહાડો પરથી પડતા પથ્થરોથી યાત્રીઓને બચાવવા ITBPના જવાનોએ બનાવી માનવ સાંકળ

અમરનાથ યાત્રા કરનારા યાત્રીઓને કોઈ પણ પ્રકારની બાધા ના પડે તેનું ધ્યાન રાખતા સદૈવ ડ્યૂટિ પર તૈનાત રહેતા ભારતીય સેનાના જવાનોએ ફરી એક વાર આપણને ગૌરાંવિત કર્યા છે. યાત્રાના માર્ગ પર સુરક્ષા અને યાત્રીઓને તકલીફોનો સામનો ના કરવો પડે તે માટે સેનાએ વિવિધ પગલાં હાથ ધર્યા છે. સુરક્ષાના કર્યામાં આગળ પડતાં અર્ધસૈનિક બળ, જેમ કે CRPF, ITBP અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો અડીખમ ઊભા રહે છે.

આ વખતે પણ ITBPના જવાનોએ યાત્રીઓની સુરક્ષાનું ધ્યાન રાખીને યાત્રા માર્ગ પર પહાડો પરથી પડતાં પથ્થરોથી યાત્રીઓને બચાવવા માનવ સાંકળ બનાવી. પહાડો પરથી વહેતા પાણીમાં કંકર અને નાના-મોટા પથ્થરોના ટુકડા જો વાગે તો તે જીવ-જોખમી બની શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જવાનોએ પોતાનો જીવ જોખમમાં નાખીને જન-સેવાનો ઉદાહરણ આપતા કાલી માતા પોઈન્ટ પાસે એક લાકડાના બ્રિજ પર યાત્રીઓની રક્ષા કરી.

દર વર્ષે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સેના વિવિધ પગલાં ઉપડે છે જેમાં CCTV, ડ્રોન અને મોબાઈલ એપ જેમાં યાત્રા માર્ગના નિર્દેશન અને આપાતકાલીન સેવાઓનો સમાવેશ હોય છે.

ITBPના પરાક્રમનો આ વિડિયો જોઈને તમને પણ ગર્વનો અનુભવ થશે.

Leave a Reply