ભવ્યતાને સાચવીને ઊભેલી કેવડા મસ્જિદ

એક સમયે મહમદ બેગડાની રાજધાની એવા ચાંપાનેરમાં આવેલી આ મસ્જિદ મિનારા અને ગુંબજોની અદ્ભૂત કારીગરી સાથે આજે પણ શાનથી ઊભી છે. મહમદ બેગડાના સમયમાં બનેલી આ મસ્જિદમાં ઘણાં મહેરાબ આવેલાં છે.

આ સાથે જ કોતરણીકામ ધરાવતાં મિનારા પણ મસ્જિદની શોભામાં વધારો કરે છે. મસ્જિદની અંદર આવેલાં ગુંબજો પણ ખરેખર સુંદર છે. જેમ્સ બર્ગેસ અને હેનરી કોસેન્સનાં લખાણોમાં આ મસ્જિદનો ઉલ્લેખ જોવા મળે છે. કેવડા મસ્જિદની ધાર્મિક વિધિઓ માટે તેની ટાંકી પાસે અન્ય સ્મૃતિચિહ્ન છે, અને ઘણા કોતરવામાં આવેલા મેહરાબ છે. 

કઠરા મસ્જિદ

કેવડા મસ્જિદની બાજુમાં આવેલી ‘કઠરા મસ્જિદ’ પણ જાણીતી છે.

Leave a Reply