કોંગ્રેસ નેતા અહેમદ પટેલની આ રીતે થઇ અંતિમવિધિ, કોંગ્રેસનાં નેતાઓ રહ્યા હાજર - The Mailer - India

કોંગ્રેસ નેતા અહેમદ પટેલની આ રીતે થઇ અંતિમવિધિ, કોંગ્રેસનાં નેતાઓ રહ્યા હાજર

ભરૂચ: ગતરોજ અવસાન પામેલા કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલનાં નિધન બાદ આજરોજ તેમને તેમના વતન પીરામણ ખાતે સુન્ની વહોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતાપિતાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યા છે.

મોટી સંખ્યામાં લોકો જોડાયા અંતિમવિધિમાં

મહત્વનું છે કે, મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિદાયમાં જોડાયા હતા. અહેમદ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલથી ઘરે લાવીને 10 મિનીટ માટે ઘરમાં અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. PPE કીટ પહેરીને તેમનો પાર્થિવ દેહ ઘરમાં લાવવામાં આવ્યો હતો.

આ સમયે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધી પિરામણ ગામે આવી પહોંચ્યા હતા. આ સાથે જ શંકરસિંહ વાઘેલા પણ પિરામણ પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડીયા, કર્ણાટકના ડી.કે.શિવકુમાર, જયંત બોસકી સહિતના આગેવાનો આ દુ:ખદ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply