ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતક્ષેત્રમાં કોરોનાની પરિસ્થિતિની કરી સમીક્ષા - The Mailer - India

ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતક્ષેત્રમાં કોરોનાની પરિસ્થિતિની કરી સમીક્ષા

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે તેઓના મતક્ષેત્રમાં કોરોના સંદર્ભે સ્થિતિની વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી.

સાંસદ સભ્ય અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સોમવારના રોજ કોરોના મહામારી ના સંદર્ભમાં તેઓના મત ક્ષેત્ર માં પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કોરોનાના લક્ષણો ધરાવતા નાગરિકોના રેપિડ ટેસ્ટ, ક્વોરન્ટાઇન સુવિધા, હોમ ક્વોરન્ટાઇન થયેલ પોઝિટિવ દર્દીઓ તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી સોસાયટી સાથે કોલ સેન્ટર મારફતે સંપર્ક, એઈમ્સની માર્ગદર્શિકાનું અનુપાલન, કોવિડ-19 મૃત્યુઆંક નિયંત્રણ, 100થી વધુ તાપમાન અને 94થી ઓછુ ઓક્સિજન સ્તર ધરાવતા વ્યક્તિને હોસ્પિટલાઇઝ કરવા જેવા મુદ્દા ઉપર સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રીS મતક્ષેત્રના વિવિધ વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. જેમાં વૃક્ષારોપણની કામગીરી, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેરોસીન મુક્ત ક્ષેત્ર, 100% શૌચાલયની સુવિધા, નલ સે જલ અને આયુષ્માન ભારત યોજના ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની અમલવારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરીકને મળે તે માટે ‘યોજના લાભાર્થી કેમ્પ’ કરી લક્ષ્યાંક પૂર્તિ કરવા પર ભાર આપ્યો હતો.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં અમદાવાદ ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply