...અને અચાનક બેંકમાં પૈસા લેવા પહોંચી ગઇ લાશ, વાંચો આ કિસ્સો! - The Mailer - India

…અને અચાનક બેંકમાં પૈસા લેવા પહોંચી ગઇ લાશ, વાંચો આ કિસ્સો!

પટણાના સિગરિયાવા ગામની નજીક કેનેરા બેંકની શાખા છે. બેંકમાં એ સમયે અફરાતફરી મચ ગઈ જ્યારે અર્થી પર રહેલા શખસના અકાઉન્ટમાંથી રૂપિયા આપવા કહેવામાં આવ્યું. જણાવાઈ રહ્યું છે કે, સિગરિયાવા ગામના 55 વર્ષના મહેશ યાદવનું મંગળવારે મોત થઈ ગયું હતું.

અંતિમ સંસ્કાર માટે ન હતા પૈસા

મહેશના અંતિમ સંસ્કાર કરવાના હતા, પરંતુ તેના માટે કોઈની પાસે રૂપિયા ન હતા. એવામાં ગામના લોકો બેંકમાં પહોંચ્યા અને ત્યાં જઈને મહેશના ખાતામાં જમા રૂપિયા આપવાની માંગ કરવા લાગ્યા. પરંતુ બેંકના અધિકારીઓએ એવું કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો.

કેનેરા બેંકના અધિકારીઓએ નિયમ-કાયદાનો પેચ ફસાવી દીધો. એવામાં બેંકમાંથી રૂપિયા ન ઉપાડી શકાયા તો, ગામના લોકો મહેશ યાદવની અર્થીને લઈને જ બેંક પહોંચી ગયા. તે પછી તો સમગ્ર બેંકમાં અફરાતફરી મચી ગઈ જણાવાઈ રહ્યું છે કે, લગભગ 3 કલાક સુધી મહેશનો મૃતદેહ બેંકમાં જ પડી રહ્યો.

આખરે મામલાને શાંત કરવા માટે મેનેજરે પોતાના તરફથી 10 હજાર રૂપિયા આપ્યા અને જેમ-તેમ કરી લોકોને સમજાવી અંતિમ સંસ્કાર માટે મોકલ્યા.

Leave a Reply