એન્ટિક જ્વેલરીનો ખાસ ટ્રેન્ડ: ફેશનમાં રહો અપડેટેડ

આજકાલ ફેશન જગતમાં ઘણાં અલગ-અલગ ટ્રેન્ડ જોવા મળે છે, ત્યારે વેસ્ટર્ન અટાયરનો ખાસ ટ્રેન્ડ વિવિધ રીતે અપનાવાઇ રહ્યો છે.

વેસ્ટર્ન અટાયર સાથે પહેરો એન્ટિક જ્વેલરી

ફેશનમાં જ્વેલરીનું ઘણું મહત્વ છે. આ જ્વેલરીમાં દિવસે-દિવસે ઘણા નવાં ટ્રેન્ડ આવતાં રહે છે. જેમાં હાલમાં વેસ્ટર્ન જ્વેલરીની સાથોસાથ એન્ટિક જ્વેલરી પણ હોટ-ફેવરિટ બની રહી છે. એન્ટિક જ્વેલરીમાં પણ ખાસ કરીને નેકલેસ અને ઇયરિંગ્સ દરેક પ્રકારનાં વેર જોડે એકદમ ક્લાસી લુક આપે છે.

સાથોસાથ વેસ્ટર્ન વેરમાં પણ આ જ્વેલરી એટલી જ ડેલિકેટ લાગે છે. ટિ-શર્ટ અને ડેનિમ સાથે બ્લેઝર પર અથવા તો નોર્મલ શર્ટ અને જિન્સ પર એન્ટિક જ્વેલરી પહેરવાથી દેખાવ નિખરી ઊઠશે. સાથોસાથ બંગડી અને બ્રેસલેટ તથા ઝુમખામાં પણ આ એન્ટિક જ્વેલરી ચઢાવી શકો છો.

Leave a Reply