પોલીસનું રૌદ્ર સ્વરૂપ: શું ગરીબોનો વાંક છે?

અમદાવાદ: તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં અમદાવાદનાં કૃષ્ણનગરમાં પોલીસ દ્વારા શાકભાજીની લારી વાળાઓને ભગાડતા હોવાનું માલુમ થાય છે.

આ વીડિયોમાં પી.આઇ. ચૌધરી છે, જે બે શાકભાજીની લારી ઊંધી પાડે છે અને શાકભાજીવાળાઓને મારીને ભગાડે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસબેડા વિરુદ્ધ લોકોમાં નફરત પેદા થાય તેવું જોવા મળી રહ્યું છે. જોકે, DGPએ તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે, જેને લોકોએ સરાહનીય પગલું ગણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આખા ભારતમાં અત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરી બહાર આવી છે, ત્યારે આ એક વીડિયોને લીધે તેમની છબી ખરડાઇ શકે છે.

Leave a Reply