બેંગ્લોર મેટ્રોમાં મહિલાઓ સ્વ-સુરક્ષા માટે આ હથિયાર જોડે લઇ જશે!

દેશના IT હબ એવા હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં આરોપીઓને ફાંસી પર ચઢાવવા માંગ ઊઠી છે. આ દરમિયાન દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલા સુરક્ષા અંગે ચર્ચા થઇ રહી છે. ઘણાં શહેરોમાં પ્રદર્શનો થઇ રહ્યા છે, બેંગ્લોર મેટ્રોએ મહત્વની જાહેરાત કરી છે.

મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બેંગ્લોર મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડે(BMERCL) મહિલાઓને આત્મરક્ષા માટે મેટ્રો ટ્રેનમાં પેપર સ્પ્રે સાથે લઈ જવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. BMERCLના આ ખાસ નિર્ણયથી શહેરમાં સફર કરતી મહિલાઓને હિમ્મત જરૂર મળશે. મીડિયા સાથે વાત કરતા BMERCLના મુખ્ય PRO બી. એલ. યશવંત ચૌહાણે પુષ્ટી કરી કે મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ સોમવારથી બોર્ડની ગાડીઓમાં પેપર સ્પ્રે સાથે મહિલાઓને જવા દેવામાં આવે.

આ અંગે PROએ જણાવ્યું કે એક મેટ્રો સ્ટેશન પર સુરક્ષાકર્મીએ મહિલાઓને પેપર સ્પ્રે સાથે પ્રવેશવાની મંજૂરી નથી આપી. માહિતી મળતા જ અમારા તમામ સુરક્ષા કર્મચારીઓને એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે કે મહિલાઓને અત્યારથી જ પેપર સ્પ્રે સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં થયેલ ગેંગરેપ અને હત્યાએ ફરી એકવાર 7 વર્ષ પહેલા થયેલ નિર્ભયા કાંડની યાદ તાજા કરાવી દીધી છે. આ મામલાને લઈ દેશમાં ભારે ગુસ્સો છે અને આરોપીઓને આકરામાં આકરી સજાની માગ કરવામાં આવી રહી છે.

Leave a Reply