ઈંગ્લેન્ડ વિરૂદ્ધની પહેલી 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અમદાવાદમાં રમાશે ડે-નાઈટ ટેસ્ટ - The Mailer - India

ઈંગ્લેન્ડ વિરૂદ્ધની પહેલી 2 ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, અમદાવાદમાં રમાશે ડે-નાઈટ ટેસ્ટ

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ આગામી ટેસ્ટ સિરીઝ ઘરઆંગણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમવાની છે. જેને લઈને આજે પહેલી 2 ટેસ્ટ મેચ માટે ભારતીય સ્કોડની જાહેરાત કરી દેવામાં આવી છે.

ઈંગ્લેન્ડની ટીમ ભારત વિરૂદ્ધ 4 ટેસ્ટ મેચ, 5 ટી20 મેચ અને 3 વન-ડે મેચોની સિરીઝ રમશે. બંને ટીમો વચ્ચેની પહેલી ટેસ્ટ 5 ફ્રેબુઆરીએ ચેન્નાઈના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. સિરીઝની બીજી ટેસ્ટ મેચ પણ ચેન્નાઈ ખાતે જ રમાશે. જ્યારે બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે અને તે અમદાવાદ ખાતે પિંક બોલથી રમાશે. સરદાર પટેલ સ્ટેડિયમનું 24 ફ્રેબુઆરીએ રમાનાર ડે-નાઈટ ટેસ્ટ સાથે જ ઉદ્ધાઘાટન થશે.

ટેસ્ટ સિરીઝ બાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જ બંને ટીમો 5 મેચોની ટી20 સિરીઝ રમશે. અને ત્યાર બાદ 3 મેચોની વન-ડે સિરીઝ માટે બંને ટીમો પુણે જશે.

ભારતીય સ્કોડમાં વિરાટ કોહલી હાર્દિક પંડ્યા અને ઈશાંત શર્માની વાપસી થઈ છે, જ્યારે રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, હનુમા વિહારી અને મોહમ્મદ શમી ઈજા થઈ હોવાને કારણે તેમનો પહેલી 2 ટેસ્ટ માટેની સ્કોડમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. અક્ષર પટેલનો પણ ટેસ્ટ સ્કોડમાં સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે આગામી સિરીઝમાં ટેસ્ટ ડેબ્યુ કરે તેવુ પણ લાગી રહ્યું છે.

પહેલી 2 ટેસ્ટ મેચ માટેની ભારતીય સ્કોડ : વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શુભમાન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યા રહાણે, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કે.એલ.રાહુલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર. અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ.

Leave a Reply