ઇઝરાયેલના વડાપ્રધાન જશે ક્વોરન્ટાઇનમાં: શું તેમને પણ થયો કોરોના?

નવી દિલ્હી: તાજેતરમાં સમાચાર વહેતા થયા છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને પણ કોરોના ભરખી ગયો છે. પરંતુ, આ સમાચાર ખોટા છે. ખરેખરમાં તેમના એક સલાહકાર રિવકા પલુકને કોરોના પોઝિટિવ આવતાં તેમણે પોતાની જાતને એક અઠવાડિયા માટે આઇસોલેટ કરવાનો નિર્ણય લીધો છે.

આ પહેલાં ઇંગ્લેન્ડના મુખ્યમંત્રી બોરિસ જ્હોન્સનને પણ કોરોના પોઝિટિવ આવતાં તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી છે. જોકે, તેમણે એક વિડીયો જાહેર કર્યો હતો કે તેઓ આ દરમિયાન કામ કરતાં રહેશે. તેમના આ સમાચાર મળ્યા બાદ મોટાભાગનાં દેશોના વડાઓએ તેમને ટ્વીટર પર જલ્દીથી સાજા થાય તેવી કામના સાથે સંદેશાં મોકલ્યા હતા.

મહત્વનું છે કે, વિશ્વભરમાં કોરોનાએ તેનો ભરડો જમાવ્યો છે. અમેરિકામાં પણ પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે. ભારતમાં પણ 1000થી વધુ કેસ થઇ ગયા છે, જ્યારે 29 લોકોનાં મૃત્યુ થયાં છે.

Leave a Reply