ભારત બાયોટેકની ચેતવણી: આ લોકોએ ન લેવી કોરોનાની રસી નહીંતો... - The Mailer - India

ભારત બાયોટેકની ચેતવણી: આ લોકોએ ન લેવી કોરોનાની રસી નહીંતો…

ભારતમાં ગત અઠવાડિયે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરૂ થયું છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન નામની બે રસી દ્વારા ભારતે આ અભિયાન શરૂ કર્યુ છે, ત્યારે ભારત બાયોટેક કંપનીએ ફેક્ટશીટ બહાર પાડી છે.

ભારત બાયોટિકની કોવાક્સિન અને સીરમની કોવિશિલ્ડને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે અને આ રીતે દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ ચાલુ છે. ત્યારે ભારત બાયોટેકે એક ફેક્ટશીટ બહાર પાડ્યું છે, અને લોકોનું ધ્યાન દોર્યુ છે કે કોણે કોરોના રસીના લેવી જોઈએ.

DCGI approves Bharat Biotech's Covid-19 vaccine for human clinical trials -  The Hindu BusinessLine

આ લોકોએ રસી ખાસ ન લેવી!

સોમવારે કંપનીની વેબસાઇટ પર અપલોડ કરાયેલ એક ફેક્ટશીટ દ્વારા, ભારત બાયોટેકે લોકોને સલાહ આપી છે. આ મુજબ જે લોકો છેલ્લા કેટલાક સમયથી એલર્જી, તાવ, લોહી વહેતા ડિસઓર્ડરની ફરિયાદ કરે છે, તેમજ જેમની પ્રતિરક્ષા નબળી છે અથવા દવાઓ લઇ રહ્યા છે, તેમણે રસી લેવાનું ટાળવું.

આ ઉપરાંત, સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ કોવાક્સિન માટેની રસી પ્રતિબંધિત છે. ઉપરાંત, જેમણે બીજી રસી લીધી છે, અથવા કોઈ ગંભીર બીમારીથી પીડિત છે, તેઓ એ પણ કોવાક્સિન રસી લેવી યોગ્ય નથી.

Leave a Reply