રાજ્યની તમામ બસ સેવાઓ પર પ્રતિબંધ- કેબ સેવા પણ રહેશે બંધ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનાં વધી રહેલાં કેસ સામે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 31 માર્ચ સુધી ઇન્ટરનલ બસ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે મોટાભાગના શહેરોમાં જ સીટી બસ સેવા છે, તે બંધ રહેશે.

આ સેવાઓની સાથે જ ટેક્ષી કેબ, મેક્ષી કેબના સંચાલન ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુસાફરોના વાહનથી આ વાયરસનો ફેલાવો વધે નહિ તે હેતુસર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ગુજરાત રાજ્ય બહારથી આવતી તમામ પેસેંજર બસો, ટેક્ષી કેબ અને મેક્ષી કેબ ગુજરાત રાજયમાં આજથી પ્રવેશી શકશે નહીં. 

મહત્વનું છે કે, બહારથી આવેલા લોકોને કારણે વધુ કેસ થયા છે, ત્યારે હાલ પૂરતો લોકોની હેર-ફેર પર રોક મૂક્યા સિવાય કોઇ બીજો રસ્તો નથી. દેશમાં સતત કેસ વધી રહ્યા છે અને આજરોજ બે મૃત્યુ થયા છે, જે દર્શાવે છે કે જો હજી પણ આપણે ધ્યાન ન રાખ્યું તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ગુજરાતમાં જિલ્લા મુજબ નજર કરવામાં આવે તો, અમદાવાદમાં 7, વડોદરા 3, સુરત 3, ગાંધીનગર 3, કચ્છ અને રાજકોટમાં 1-1 એમ કુલ 18 કેસો નોંધાયા છે.

Leave a Reply