જનતાને અપીલ કરી રહ્યા છે આ સેલેબ્રિટીઝ, તમે માનશો કે નહીં?

આવતીકાલે એટલે કે 22મી માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યની અપીલ કરવામાં આવી છે, ત્યારે દેશભરનાં દરેક ક્ષેત્રના સેલેબ્રિટીઝે આ જનતા કર્ફ્યને સમર્થન આપ્યું છે અને લોકોને પણ તેમા જોડાવા અપીલ કરી છે. જાણો, કોણ-કોણ જોડાશે આ કર્ફ્યુમાં?

સાઉથની મુવીઝનાં સંગીતકાર એવા દેવીશ્રી પ્રસાદે આ મુહિમમાં લોકોને જોડાવવા માટે અપીલ કરી છે.

ભારતીય ટીમનાં કેપ્ટન અને સ્ટાર પ્લેયર એવા વિરાટ કોહલી અને તેમના પત્ની અનુષ્કા શર્માએ પણ લોકોને જનતા કર્ફ્યુમાં જોડાવા માટે અપીલ કરી છે.

તો બીજી તરફ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, કે જે વડાપ્રધાન મોદીનાં રાજકીય વિરોધી છે, પરંતુ તેમણે પણ લોકોને અપીલ કરી છે કે આ મુહિમમાં આપણે એક બનીએ.

સદીનાં મહાનાયક એવા અમિતાભ બચ્ચન પણ આ કર્ફ્યુમાં જોડાવાનાં છે.

વડાપ્રધાનને સમર્થનમાં સચિન તેંડુલકરની ટ્વીટ!

સાઉથનાં નેચરલ સ્ટાર તરીકે ઓળખાતાં એક્ટર નાનીએ પણ હેન્ડ વોશનો એક વિડીયો #JantaCurfewMarch22 સાથે શેર કર્યો છે.

Leave a Reply