શું જામનગરમાં કોરોના તાંડવ મચાવશે? - The Mailer - India

શું જામનગરમાં કોરોના તાંડવ મચાવશે?

શું જામનગર કોરોના સંક્રમણના સ્ટેજ-3 એટલે કે કમ્યુનીટી ટ્રાન્સમીશનના તબકકામાં પહોચી ગયું છે? આ પ્રશ્ર્ન આજે દરેક જામનગર વાસીઓના મનમાં ઉઠી રહ્યો છે અને તે સ્વભાવીક પણ છે. કેમ કે, છેલ્લા કેટલાંક દિવસોથી જામનગર શહેરમાં જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે લોકોને ડરાવી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં કમ્યુનીટી ટ્રાન્સમીશનની સંભાવનાઓ ખુબ વધી ગઇ છે.

કેટલીક જગ્યાએ સંભવત: કોરોનાનું કમ્યુનીટી ટ્રાન્સમીશન થઇ રહ્યું હોવાનું ખુદ જામનગરના કોવિડ-19ના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જી.જી.હોસ્પિટલના તબીબ એસ.એસ.ચેટરજીએ સ્વીકાર્યુ છે.

જામનગરમાં કોરોના સંક્રમણના કમ્યુનીટી ટ્રાન્સમીશન અંગે પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં તેઓએ દબાતા અવાજે GNA ને જણાવ્યું હતું કે જામનગરમાં હાલ જે સ્થિતિ છે અને જે રીતે કોરોનાના કેસ આવી રહ્યા છે તે જોતા શહેરમાં કોરોનાનું કમ્યુનીટી ટ્રાન્સમીશન હોઇ શકે છે. ડો.ચેટરજીની આ વાત અત્યંત ગંભીર અને શહેર માટે ચિંતા જનક છે.

જામનગરમાં કોરોના સંક્રમણના પ્રસારની વાત કરીએ તો જયાં સુધી લોકડાઉન અમલમાં હતું ત્યાં સુધી સંક્રમણ કાબુમાં હતું. શહેર અને જિલ્લામાં કોરોનાના આંકડા ઉપર નજર નાખીએ તો 30 મે સુધી જિલ્લામાં કોરોનાના કુલ 53 પોઝીટીવ કેસ નોધાયા હતા. જે પૈકી બે બાળકોના મૃત્યુ નિપજયા હતાં. ત્યાર બાદ 1 જૂનથી સમગ્ર દેશ સાથે જામનગરને પણ લોકડાઉન માંથી મુકતી મળતા એટલે કે, અનલોક-1ની અમલ વારી શરૂ થયાં બાદ જામનગર જિલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓનો આંકડો 142 એટલે કે ત્રણ ગણો થઇ ગયો છે. જે જામનગર શહેર માટે એલાર્મીગ સ્થિતિ દર્શાવી રહ્યો છે.

જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસનો જે રીતે વિસ્ફોટ થયો છે. તે જોતા કોરોના સંક્રમણને અટકાવા માટે તંત્રએ નવી સ્ટ્રેટેજી અપનાવવી પડશે.

Leave a Reply