અમદાવાદમાં કોરોનાનો યુ-ટર્ન! દિવાળી પડી ભારે કે શું? - The Mailer - India

અમદાવાદમાં કોરોનાનો યુ-ટર્ન! દિવાળી પડી ભારે કે શું?

દિવાળીની મોસમ પહેલાં અમદાવાદનાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે તેના પરિણામ સ્વરૂપે હવે કોરોનાએ માજા મૂકી છે.

છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાનાં કેસોમાં ઉછાળો આવ્યો છે અને હવે તેનો આંકડો 60 થી 70% સુધી વધવા પામ્યો છે. સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં ફૂલ થઇ છે. એટલું જ નહીં પણ 1200 બેડની હોસ્પિટલમાં અડધો ખાટલા ભરાઈ ગયા છે.

નિષ્ણાતોએ આપી હતી સલાહ, લોકોએ અવગણી

દિવાળીનાં એક અઠવાડિયા પહેલાંથી લોકો બિન્દાસ બનીને બજારોમાં ખરીદી કરતાં જોવા મળ્યા હતા. અમદાવાદમાં ત્રણ દરવાજા, ઢાલગરવાડ, રીલીફ રોડ ઉપર ચિક્કાર ગીરદી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદની હોસ્પિટલો ફરીથી કોરોનાનાં દર્દીઓથી ભરાવા લાગી છે. ત્યારે જ્યાં સુધી કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી સાવધાની રાખવા માટે તબીબોએ સલાહ આપી છે.

Leave a Reply