આજરોજ સીરમ ઇન્સ્ટીટ્યુટની ખાસ વેક્સિન પૂણેથી વિવિધ 11 શહેરોમાં પહોંચી છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટને કોરોનાની રસીના વધુ 6 કરોડ ડૉઝનો ઓર્ડર આપ્યો હતો.
મહત્વનું છે કે, દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે. ત્યારે પહેલા તબક્કામાં હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઇન શ્રમિકોને રસી આપવામાં આવશે. ત્યારબાદ સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે, તેવી સરકારે જાહેરાત કરી હતી. આ કાર્ય પાછળ કુલ 13 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
કેન્દ્ર સરકારે ઓક્સફર્ડ કોવિડ-19 કોવીશીલ્ડના 1.1 કરોડ ડૉઝ સીરમ ઇન્સ્ટીટ્યુટને ડૉઝ તૈયાર રાખવાનું જણાવ્યું હતું. આ તમામ ડૉઝ સરકાર ખરીદશે અને એનો ખર્ચ 1100 કરોડ રૂપિયા આવશે.
એક ડોઝની કિંમત છે આટલી!
કોવીશીલ્ડના પ્રત્યેક ડૉઝની કિંમત 200 રૂપિયા રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મુખ્ય પ્રધાનો સાથેની વિડિયો કોન્ફરન્સમાં આ રસીકરણને વિશ્વના સૌથી મોટા આરોગ્યલક્ષી કાર્યક્રમ સમાન ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે 1.1 ડૉઝનો પહેલો ઓર્ડર 231 કરોડ રૂપિયાનો હશે. પહેલા તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવશે. એનો ખર્ચ સરકાર ઉપાડશે. વડાપ્રધાને એવું સૂચન કર્યું હતું કે પહેલે તબક્કે લોકપ્રતિનિધિઓ કે રાજનેતાઓએ રસી લેવાની નથી.