ધોનીયુગનો થયો અંત, આભાર મહેન્દ્ર સિંહ ધોની - The Mailer - India

ધોનીયુગનો થયો અંત, આભાર મહેન્દ્ર સિંહ ધોની

ટીમ ઇન્ડીયાના સૌથી સફળ કેપ્ટન રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ સોશિયલ મીડિયા પર પોતાના આંતરરાષ્ટ્રિય કેરિયરમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે ‘તમારા બધાનો પ્રેમ અને સમર્થન મને મળ્યો તે બદલ તમારો આભારા જે મને હંમેશા મળ્યો છે. સાંજે 7:29 મિનિટથી મને આંતરરાષ્ટ્રિય ક્રિકેટ માંથી નિવૃત સમજવામાં આવે.

મહેન્દ્ર સિંહ ધોનીએ આ પહેલા ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 2007નો ટી20 વર્લ્ડકપ, 2011નો વન-ડે વર્લ્ડકપ, 2013માં ચેમ્પિયન ટ્રોફી અને ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન થવાની સિદ્ધીઓ પણ મેળવી છે.

2004માં ધોનીએ આંતરરાષ્ટ્રિય ક્રિકેટની શરૂઆત કરી હતી. જે પછી પાકિસ્તાન સામેની ધમાકેદાર 148 રનની ઈનિગ્સે ધોની સમાચાર આવ્યો હતો. જે પછી શ્રીલંકા સામે જયપુરની એ ઐતિહાસિક ઈનિગ્સ ધોનીની સામે આવી જેમાં તેણે 10 સિક્સની મદદથી 183 રનની ઐતિહાસિક ઈનિગ્સ રમીને બઘાને પોતાની રમતો પર્ચો આપી દીધો હતો. જોગાનુજોગ ધોની પોતાની પહેલી વન-ડે મેચમાં પણ રનઆઉટ થયો અને અંતિમ વન-ડે મેચમાં પણ રનઆઉટ થયો હતો.

2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલ વન-ડે વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ન્યુઝિલેન્ડ વિરૂદ્ધની મેચમાં ભારતની હાર થઈ એ મેચ ધોનીની અંતિમ મેચ બનીને રહી ગઈ. અને ધોની જ્યારે એ મેચમાં આઉટ થયો અને આઉટ થયા બાદ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેના ચેહરા પર ખાસ દેખાતુ હતું કે ધોની ફરી કદાચ મેદાન પર જોવા ના મળે, અને એવુ જ જોવા મળ્યું.

મહેન્દ્ર સિંહ ધોનીના પુરી દુનિયામાં ફેન્સ છે, અને તેના નિર્ણય અને કેપ્ટનશીપ સ્કિલના લગભગ બધા જ ક્રિકેટ ફેન્સ દિવાના છે. ધોની આપણને સૌને આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં તો હવે જોવા નહી મળે પણ સપ્ટેમ્બરમાં દુબઈમાં રમાનાર IPLમાં ધોની ચેન્નાઈની જર્સી પહેરીને રમતો જોવા મળશે. સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો પુરૂ ભારતવર્ષ આભાર વ્યક્ત કરે છે કે તેણે ભારતને વિશ્વફલક પર દેશનું નામ રોશન કર્યું છે તે બદલ.

Leave a Reply