દેશનાં આ પાંચ રાજ્યોમાં આવતીકાલથી મળશે ડિજિટલ વોટર આઇ-ડી કાર્ડ, જાણો... - The Mailer - India

દેશનાં આ પાંચ રાજ્યોમાં આવતીકાલથી મળશે ડિજિટલ વોટર આઇ-ડી કાર્ડ, જાણો…

દેશ ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સરકાર પણ વિવિધ ક્ષેત્રે તેનો ઉપયોગ કરી રહી છે. ત્યારે હવે ઇલેક્શન કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરવાના છે.

દેશનાં પાંચ રાજ્યોમાં કરવાામાં આવશે ઉપલબ્ધ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિજિટલ e-Epic કાર્ડ દેશના પાંચ રાજ્યો અસમ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલ પેનલ દ્વારા e-Epic ને બે તબક્કામાં શરૂ કરશે. જેનો પ્રથમ તબક્કો આવતીકાલથી એટલેકે 25 થી 31 જાન્યુઆરી સુધી રહેશે. જેના દ્વારા નવા મતદાતાઓ જેમણે વોટર આઇડી માટે ખાસ એપ્લાય કર્યુ છે, તેમને આ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

આ સિવાય તેઓ ફોર્મ 6 માં પોતાનો મોબાઈલ નંબર નાખ્યો છે, તેઓ પોતાના મોબાઈલ નંબરને પ્રમાણિત કરી e-Epic ડાઉનલોડ કરી શકશે.બીજો તબક્કો 1 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે સામાન્ય મતદાતા પણ અરજી કરી શકશે.

એક પુલ પેનલના અધિકારી સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જે લોકોએ પોતાના મોબાઈલ નંબર ઉપલબ્ધ કરાવ્યા છે તેઓ લિંકના માધ્યમથી e-Epic ડાઉનલોડ કરી શકે છે.

Leave a Reply