શું તમે જાણો છો નમસ્તેનો સાચો અર્થ?

આજે આખા વિશ્વમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સમગ્ર વિશ્વમાં નમસ્તેનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. પહેલાં લોકો શેક-હેન્ડ કરતાં અને ગળે મળતાં, ત્યારે અત્યારે ભારતની આ સંસ્કૃતિ કે જેમાં બે હાથ જોડીને નમસ્કાર કરવામાં આવે છે, તે દરેક દેશ અપનાવી રહ્યો છે. પણ શું તમને ખબર છે, ખરેખર નમસ્તેનો અર્થ શું થાય છે!

નમસ્તેનો સાચો અર્થ

નમ: ની સંધિ છૂટી પાડીએ તો તેનો અર્થ થાય છે- ન અહં, એટલે કે જ્યાં મારો અહમ નથી, હું શુદ્ધ છું, તે હું તમને નમન કરું છું. આમ, જ્યારે કોઇ વ્યક્તિ પ્રત્યે તમારો આદરભાવ પ્રગટ કરવાનો હોય અથવા તો કોઇનું પ્રેમપૂર્વક સ્વાગત કરવાનું હોય, ત્યારે આપણે બે હાથ જોડી નમસ્કાર કરીએ છીએ.

આમ તો માનવી ખાસ કરીને ભગવાન સમક્ષ જ બે હાથ જોડે છે, પરંતુ જો સામેવાળી વ્યક્તિ ઉંમરમાં પોતાનાથી મોટી હોય, તે બે હાથ જોડીને સાથે માથું પણ નમાવે છે.

શારીરિક બંધારણ શું સૂચવે છે?

જો આપણે શરીરનાં ભાગરૂપે જોઇએ તો આપણું શરીર બે ભાગમાં વહેંચાયેલું છે- ડાબું અને જમણું. આ બંને ભાગ એકબીજા સાથે જોડાયેલા હોવા છતાં અલગ છે. જ્યારે જમણાં હાથની હથેળી, ડાબા હાથની હથેળીને મળે છે, ત્યારે એક સંપૂર્ણ વર્તુળ પૂરું થાય છે અને શરીરનાં બંને ભાગોનું મિલન થાય છે. શરીરશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક સુભગ સમન્વય છે, જેમાં નમસ્કાર કરવાથી એક સંપૂર્ણ સમની સ્થિતિએ પહોંચે છે. બે હાથની હથેળીઓના મિલનથી ઊગતાં સ્પંદનો શરીરનાં અણુએ અણુમાં વ્યાપે છે, જે એક હકારાત્મક ઊર્જા પેદા કરે છે.

આમ, હવેથી નમસ્કારનો ટ્રેન્ડ અપનાવો અને દરેકને તેના અંગે માહિતી આપો.

Leave a Reply