ભારત દેશમાં મકરસંક્રાંતિના પર્વની અલગ અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રની નજરથી જો વાત કરીએ તો આ પર્વને ઘણું ખાસ માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ ધન રાશીમાંથી નિકળીને મકર રાશીમાં પ્રવેશ કરે છે. જેથી એ દિવસે નદી અથવા જળકુંડમાં સ્નાન કરવાનો વિશેષ મહત્વ જોવા મળે છે અને દાન-પુર્ણનું ઉચિત ફળ પણ મળે છે.
આ સિવાય મકરસંક્રાંતિના દિવસે ગોળ અને તલનું દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. શાસ્ત્રોમુજબ જો વાત કરીએ તો મકરસંક્રાંતિના દિવસે ગોળ અને તલનું દાન કરવાથી કુંડલીમાં સૂર્ય અને શનિની સ્થિતિ મજબૂત થાય છે. સમાજમાં માન સન્માન વધે છે સાથે કાર્ય સિદ્ધીની પણ પ્રાપ્તિ થાય છે.
સાથે એવુ પણ માનવામાં આવે છેકે, જેને શનિની સાડાસાતીનો પ્રભાવ પડતો હોય, તેમણે મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તલન ભરીને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવુ જોઈએ. આવુ કરવાથી તમારી કુંડળીમાં રહેલો શનિદોષ પણ દુર થઈ જશે. કામકાજ અને વ્યવસાયમાં પણ પ્રગતિ થશે અને તમારી બધી મુંઝવણો દુર થઈ જશે.
આ બધા ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે મીઠ્ઠાનું દાન કરવાનો પણ વિશેષ મહત્વ છે. જો કઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તેણે એ દિવસે મીઠ્ઠાનું દાન કરવુ જોઈએ. મીઠ્ઠા સિવાય મકરસંક્રાંતિના દિવસે ઘીના દાનને પણ સારૂ ગણવામાં આવે છે. આ કરવાથી તમારી આર્થિક મુંઝવણોમાંથી પણ તમને છુટકારો મળશે અને તમે મનગમતી સિદ્ધીઓ મેળવી શકશો.
આ કરવાથી તમારા જીવનમાં માતા લક્ષ્મીની કૃપા બની રહેશે, સાથે જરૂરીયાતમંદ લોકોને આ દિવસ પર અનાજનું દાન કરવુ જોઈએ, જેનાથી અન્નપૂર્ણાનો આર્શીવાદ મળે છે અને તમારા ધન-ધાન્યના ભંડાર સદેવ માટે ભરેલા રહે છે.