ગુજરાતનાં દરિયાકિનારે ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો - The Mailer - India

ગુજરાતનાં દરિયાકિનારે ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો

કચ્છ: આજરોજ ભારતીય કોસ્ટગાર્ડે જખૌ (ગુજરાત) નજીક આવેલા કડિયાળી બેટ પરથી 24 પેકેટ ચરસ જપ્ત કર્યું છે. મહત્વનું છે કે, છેલ્લાં બે મહિનાથી ગુજરાતનાં દરિયાકિનારેથી કરોડોનું ચરસ પકડી પાડવામાં આવ્યું છે.ભારતીય કોસ્ટગાર્ડની લેન્ડિંગ પાર્ટીએ 03 જુલાઇ 2020ના રોજ જખૌ બંદરની નજીકમાં આવેલા કડિયાળી બેટ દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન 24 પેકેજ ચરસ જપ્ત કર્યું હતું. આ ચરસની બજાર કિંમત અંદાજે રૂપિયા 36 લાખ છે.

20 મે 2020થી ICG દ્વારા અન્ય સરકારી એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે સંકલન સાધીને 1200 પેકેટથી વધુ ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply