હૈદરાબાદ પોલીસનું સરાહનીય પગલું- ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર - The Mailer - India

હૈદરાબાદ પોલીસનું સરાહનીય પગલું- ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર

હૈદરાબાદ: આજની સાવર કંઇક અનોખા સમાચાર લઇને આવ્યું છે, જેનાથી આખો દેશ સંતુષ્ટ છે. જી હાં, હૈદરાબાદ રેપ કેસના આરોપીઓને આજે સવારે હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.

ક્યાંક વાહવાહી તો ક્યાંક સવાલ

પોલીસ દ્વારા આ આરોપીઓને તે જ સ્થળે લઇ જવામાં આવ્યા, જ્યાં તેમણે પીડિતાને સળગાવી હતી. ત્યારે આરોપીઓ ભાગવા જઇ રહ્યા હતા અને પોલીસે આ પગલું ઉઠાવ્યું. વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ હાલ સમગ્ર દેશમાં થઇ છે, ત્યારે સમગ્ર દેશમાંથી હૈદરાબાદ પોલીસની વાહવાહી થઇ રહી છે અને સાથે જ દેશની દીકરીને ન્યાય મળ્યો, તેની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

શું આ ન્યાય યોગ્ય છે?

બીજી તરફ અમુક એવા લોકો છે, જેઓ હૈદરાબાદ પોલીસ પાસેથી કદાચ સચ્ચાઇની ખરાઇ કરવા માંગે છે કે શું તે આરોપીઓ ભાગી રહ્યા હતા કે દાળમાં કંઇક કાળું છે. જોકે, સમાજમાં આવા લોકો રહે છે અને રહેશે, જેના કારણે આપણો સમાજ કદાચ ઊંચો નહીં આવે. પરંતુ, આ પરિસ્થિતિમાં હૈદરાબાદ પોલીસે જે પગલું લીધું છે, તે ખરેખર ઉદાહરણરૂપ છે.

ટ્વીટર પર ટ્રેન્ડિંગ છે હૈદરાબાદ પોલીસ

Leave a Reply