નકલી નોટો છાપનારા સાધુના કનેક્શન છે ગજબ, જાણો વધુ...! - The Mailer - India

નકલી નોટો છાપનારા સાધુના કનેક્શન છે ગજબ, જાણો વધુ…!

નડિયાદ: ગતરોજ ખેડાના ગલતેશ્વરના અંબાવ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાંથી નકલી નોટોનું કારખાનું મળી આવ્યું છે. આ સમાચારથી ખળભળાટ મચી ગયો છે, ત્યારે તે અંગે આજરોજ વધુ માહિતી મળી છે, જે ચોંકાવનારી છે.

કોર્ટે આપ્યા રિમાન્ડ

આ આખા નેટવર્કમાં નાનકડા અંબાવ ગામથી નકલી નોટો છાપીને તેને સુરત મોકલ્યા બાદ સમગ્ર દેશમાં મોકલાતી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. જો કે, તે અંગેની નક્કર માહિતી હાલ મળી નથી, પરંતુ તેમના કનેક્શન ક્રિમિનલ સાથે હોય, તેવું જણાઇ રહ્યું છે. આ અંતર્ગત, આ નેટવર્ક ઉપરથી પરદો ઉચકવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાધારમણ સ્વામી સહિત પાંચેય આરોપીને કોર્ટ રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટે ચાર દિવસના કિમાન્ટ મંજૂર કરતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. 

ભક્તો પણ આવી શકે રડારમાં

નકલી નોટના કૌભાંડનો છેડો રાધારમણસ્વામીના સંપર્કમાં આવનાર અમુક હરિભક્તો સહિતના શખ્સો સુધી પહોંચવાની શક્યતાઓ વધી છે. આ અંગે પોલીસ સુત્રો જણાવેલ કે. કદાચ નાનકડા એવડા અંબાવ ગામને અને મંદિરને એટલા માટે પસંદ કરવામાં આવ્યું હશે કે, અહીં કોઈની નજર ન પડે પરંતુ સુરતમાંથી નકલી નોટો પકડાઇ જતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઇ ગયો છે. કહેવાતાં સ્વામીના આવા કરતૂતને પગલે મંદિરમાં પ્રસાદીના પેકેટ લેનાર હરીભક્તો સામે પણ શંકાની નજરો ઉઠી રહી છે.

Leave a Reply