દિલ્હીની અનાજ મંડીમાં લાગી ભીષણ આગ- 43નો લીધો ભોગ

દેશની રાજધાનીમાં આજ સવારે હલબલાવી દે તેવા સમાચાર આવ્યા છે. ઝાંસી રોડ સ્થિત અનાજ માર્કેટમાં લાગેલી આ આગને કારણે 43 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પહોંચી ગયો હતો અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.

હાલમાં ફાયર વિભાગની ટીમ તરફથી 53થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત, 43 લોકોના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ ઘટનામાં મૃતકાંક વધવાની શક્યતા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ આગની ઘટનાના કારણે લોકોને ભારે ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, હજુ પણ માર્કેટમાં આવેલ મકાનમાં 20 લોકો ફસાયા હતા. મોટાભાગનાં અસરગ્રસ્તોને LNJP હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

Leave a Reply