મહારાષ્ટ્રનાં ભંડારામાં બની ગોઝારી ઘટના: 10 માસૂમ બાળકો જીવતા ભૂંજાયા, જાણો શું છે ઘટના? - The Mailer - India

મહારાષ્ટ્રનાં ભંડારામાં બની ગોઝારી ઘટના: 10 માસૂમ બાળકો જીવતા ભૂંજાયા, જાણો શું છે ઘટના?

ભંડારા: ગુજરાતની ઘણી હોસ્પિટલોમાં વાર-તહેવારે આગ લાગવાની ઘટના આપણે સાંભળતા હોઇએ છીએ, ત્યારે મહારાષ્ટ્રનાં ભંડારામાં પણ આજે આવી જ એક ઘટના બની છે.

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં રાત્રે 2 વાગ્યે આગ લાગતા 10 નવજાત બાળકોના મોત થયા છે. આ બાળકોની ઉંમર એક દિવસથી લઈ 3 મહિના જણાવામાં આવી રહી છે

હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો સારવાર લઇ રહ્યા હતાં. 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર શાર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ડ્યૂટી પર હાજર નર્સે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ચારે બાજુ ધૂમાડો હતો.

આ જોતાં જ તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી. જે બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યુ હતું.

આ ઘટનાં અંગે ઉદ્ધવ ઠાકરેનાં પુત્ર આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

Leave a Reply