કોરોનાને પગલે એકપણ ફ્લાઇટ નહીં ઉડે, ભારતનો મોટો નિર્ણય

મુંબઇ: આવતીકાલથી ભારતની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ થશે. મંગળવારે રાતે 11: 59 સુધી બધી ફ્લાઇટ લેન્ડ કરાવવામાં આવશે.

જોકે, એવિએશન મિનિસ્ટ્રીએ જાહેરાત કરી કે કાર્ગો કેરિયર ચાલુ રહેશે. પરંતુ, પેસેન્જર પ્લેન અને ચોપર સખતપણે બંધ રાખવામાં આવશે. મહત્વનું છે કે, દેશમાં દરરોજ 6500 ફ્લાઇટ ભારતમાં ઉડાન ભરે છે, જેમાં 144 મિલિયન લોકો હવાઈ સેવાનો લાભ લે છે.

આ પહેલાં સમગ્ર દેશમાં રેલ સેવાને પણ 31મી માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. તો આજે ફ્લાઇટ સેવા બંધ થતાં દેશમાં વાહન-વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની પરિસ્થિતિને જોતાં તંત્રએ આ નિર્ણય લીધો છે. કારણકે ઘણાં રાજ્યોમાં લોકડાઉન હોવા છતાં પબ્લિક બહાર ખુલ્લેઆમ ફરી રહી હતી.

Leave a Reply