ગુજરાતનાં ચાર મહાનગરો 25મી માર્ચ સુધી લોકડાઉન, જાણો ક્યાં? - The Mailer - India

ગુજરાતનાં ચાર મહાનગરો 25મી માર્ચ સુધી લોકડાઉન, જાણો ક્યાં?

ગુજરાત રાજ્યમાં જ્યાં 2 દિવસ પહેલાં એક પણ કેસ નહોતો, ત્યારે 36 કલાકમાં જ 14 કેસ નોંધાતા તંત્ર સતર્ક બની ગયું છે.

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત કચ્છ અને ગાંધીનગરમાં પણ એક-એક કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું અને ચાર મહાનગરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ આ લોકડાઉન 25મી તારીખ સુધી લોકડાઉન રહેશે. આ સમયે લોકોને જીવન-જરૂરિયાતની વસ્તુઓ ચાલુ રહેશે, જેમાં ડેરી, કરિયાણું, દવા સંબંધિત વસ્તુઓ મળતી રહેશે.

આજરોજ ગુજરાતનાં મુખ્યમંત્રી નિવાસે મળેલી આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ આવતીકાલે એટલે કે 22મી તારીખે સમગ્ર ભારતમાં જનતા કરફ્યુ છે, ત્યારે સમગ્ર ભારત એક બંધની સ્થિતિમાં જોવા મળશે.

શું છે લોકડાઉન?

લોકડાઉન એક એવી પરિસ્થિતિ છે, જેમાં લોકો જ્યાં છે, ત્યાં જ રહેવા માટે આદેશ આપવો. આ પરિસ્થિતિમાં કોઇએ પણ ઘરની બહાર નીકળવું નહીં અને સાથે જ સરકારને સાથ આપવો. આ સમય દરમિયાન જીવન-જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે. માટે, અફરા-તફરી કરવી નહીં.

આ આદેશનું પાલન ન કરનારને પોલીસ અરેસ્ટ પણ કરી શકે છે.

Leave a Reply