નથુરામ ગોડસે દેશદ્રોહી ના હતાં પરંતું એમના વિચારો ગાંધીજી થ જુદા હતાં. એવું ઘણાં લોકો માને છે. હજીપણ એવા લોકો છે, જે ગોડસેને પૂજે છે, ત્યારે રવિવારે વિશ્વ હિન્દી દિવસના અવસરે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે પર અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ એક લાયબ્રેરી શરૂ કરી છે.
ગ્વાલિયરમાં ખુલી ‘ગોડસે જ્ઞાનશાળા’
આ પ્રથમ લાયબ્રેરી ગ્વાલિયરમાં ખોલવામાં આવી છે. આ જ્ઞાનશાળામા ગોડસેનું જીવન, વિચારો અને તેમના ભાષણ અને લેખ સંબંધિત સાહિત્ય રાખવામાં આવ્યું છે.