ગમન સાંથલનું વધુ એક ગીત થયું હિટ- 'ગોકુળમાં વેલા પધારજો' - The Mailer - India

ગમન સાંથલનું વધુ એક ગીત થયું હિટ- ‘ગોકુળમાં વેલા પધારજો’

હાલમાં કોરોનાને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શાંત છે. હમણાં હમણાં ફિલ્મો રીલીઝ નથી થઇ રહી, પરંતુ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી હાલમાં એક્ટિવ છે. ઘણાં સોંગ આ માહોલ વચ્ચે રિલીઝ થયાં છે, જેમાંથી કેટલાંક ગીતો તો તરત લોકજીભે પણ ચડી ગયા છે.


એવું જ એક ગાયક ગમન સાંથલનું સોંગ ‘ગોકુળમાં વેલા પધારજો…..’ જે હાલમાં ખૂબ વખણાઇ રહ્યું છે. આ ગીતે દોઢથી બે દિવસમાં જ લાખોમાં વ્યુઝ મેળવી લીધા છે. હાલમાં આ ગીત યુટ્યુબ પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

આ પહેલા આવેલ એક આલ્બમ ‘ગોકુળના ગિરધારી’ ભાગ ૧ માં સારી એવી સફળતા મેળવ્યા બાદ થોડા સમયમાં તેનો બીજો ભાગ પણ રીલીઝ કરવામાં આવ્યો. જેમાં એક ગીત ‘ગોકુળમાં વેલા પધારજો…..’ પણ હતું. આ ગીતના લેખકો ગમન સાંથલ, મનુ રબારી અને ઈશ્વરભાઈ ગમનપુરા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતમાં મ્યુઝીક ધવલ કાપડિયાનું છે. ગીતમાં ‘ચાર ચાર બંગડીવાળી ગાડી……’ માં કિંજલ દવેનો ભાઈ બનતો કલાકાર વિરલ રબારી અને સાથે સાથે ખુશી પંડ્યા, સન્ની સોનારા, મિત્રેશ વર્મા, કોમલ પંચાલ જેવા પ્રખ્યાત ફિલ્મી કલાકારોએ પણ અભિનય કર્યો છે.

પોપ્સકોપ લેબલમાં બનેલ આ સોન્ગનું દિગ્દર્શન કર્યું છે અનુ પટેલે અને નિર્માતા છે હેરી. સોંગના મસ્ત મજાના લહેકામાં જાણીતા કોરિયોગ્રાફર દીપક તુરી છે. ટેકનીકલ સપોર્ટ આપ્યો છે રિતિક દાવડાએ અને એડિટર રવીન્દ્ર એસ. રાઠોડ છે.

જાણીતા ગાયક છે ગમન સાંથલ

ગુજરાતના જાણીતા ગાયકોમાં ગમન સાંથલની ગણના કરવામાં આવે છે. તેના ચાહકોનો વર્ગ પણ બહોળો છે. જેથી તેમના અનેક ગીતો તેમના ચાહકો દ્વારા જ હીટ થયેલા છે અથવા એક કહીએ કે તેઓએ પોતાના ચાહકોની નાડ પારખી એવા જ ગીતો પીરસે છે. જે લોકોને જોવા ગમે છે. દોઢ કે બે દિવસમાં આટલી સફળતા અન્ય કોઈ ગીતને મળી હોય તેવું જાણમાં નથી આવતું. આમ પણ લોકો અત્યારે સિનેમાહોલ બંધ હોવાથી પોતાના મોબાઈલ પર જ મનોરંજન લઇ રહ્યા છે. જેના લીધે પણ આ ગીતને આટલી સફળતા મળી હોય. લોકડાઉનના સમયમાં આવા સારા ગીતોનું બજાર ગરમ થઇ રહ્યું છે અને લોકો વખાણી પણ રહ્યા છે.

Leave a Reply