Google Pay વાપરતાં હોવ તો જાણી લો આ નવો બદલાવ... લાગશે આ ચાર્જ - The Mailer - India

Google Pay વાપરતાં હોવ તો જાણી લો આ નવો બદલાવ… લાગશે આ ચાર્જ

પ્રખ્યાત ઇન્ટરનેટ કંપની Google નાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Google Pay ના યૂઝર્સ માટે એક મોટો બદલાવ આવી રહ્યો છે. હવેથી Google Pay યુઝર્સ ફ્રી માં કોઈને પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં.

Google Pay app to soon be replaced with Flutter-based version

Google Pay જાન્યુઆરી 2021થી પીયર-ટૂ પીયર પેમેન્ટ સુવિધા (Peer to Peer Payment Facility)બંધ કરવા જઈ રહ્યું છે. આના બદલે કંપની તરફથી ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ જોડવામાં આવશે.

આ નવી સિસ્ટમમાં જોડાયા પછી યૂઝર્સે મની ટ્રાન્સફર કરવા પર શુલ્ક આપવો પડશે. જોકે કંપનીએ હાલ વધારાની માહિતી જાહેર કરી નથી. પરંતુ, ભારતીય માર્કેટમાં આનાથી ગુગલને બહુ મોટી અસર પડી શકે છે. મહત્વનું છે કે, હાલ માર્કેટમાં Paytm અને Phone Pe એ બે મેજર કોમ્પિટિટર છે, જ્યારે બીજા પ્લેટફોર્મ્સ પણ ઉપલબ્ધ છે, જે ગુગલને ટક્કર આપી રહ્યા છે.

Leave a Reply