સોશિયલ મિડિયા અને OTT પ્લેટફોર્મ્સને લઇને ગાઇડલાઇન જાહેર, જાણો શું નિયમો આપ્યા સરકારે? - The Mailer - India

સોશિયલ મિડિયા અને OTT પ્લેટફોર્મ્સને લઇને ગાઇડલાઇન જાહેર, જાણો શું નિયમો આપ્યા સરકારે?

કેન્દ્ર સરકારે OTT, ન્યૂઝ પોર્ટલ્સ, અને સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, ગત મહિને જ સરકારે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મિડિયા માટે ગાઇડલાઇન લાવવાની વાત કરી હતી.

આ અંગે આજરોજ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આ ગાઈડલાઈન્સ અંગે જાણકારી આપી. નવી ગાઈડલાઈન્સનાં સંદર્ભે હવે તમામ સોશિયલ મિડિયા જેવા કે ફેસબુક,  ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, રેડ્ડિટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સનો સમાવેશ થશે, જેમણે આ ગાઇડલાઇન ફોલો કરવી પડશે.

સોશિયલ મીડિયા માટે નવા નિયમ

 • દર મહિને ફરિયાદ પર કાર્યવાહીની જાણકારી આપવી પડશે.
 • સોશિયલ મીડિયાના આ નિયમો ત્રણ મહિનામાં અંદર લાગુ થશે.
 • નવી ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ મીડિયાએ એક ફરિયાદ સેલ બનાવવો પડશે.
 • કોઈ પણ કન્ટેન્ટ હટાવતા પહેલા કારણ બતાવવું હશે
 • ફરિયાદ કરવા પર આપત્તિજનક પોસ્ટને 24 કલાકમાં હટાવવી પડશે.
 • ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે. જે નિયમોના કમ્પ્લાયન્સને લઈને જવાબદાર રહેશે.
 • એક નોડલ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે.
 • નિયુક્ત કરાયેલા બંને અધિકારી ભારતમાં રહેતા હોવા જોઈએ.
 • રેસિડેન્ટ ગ્રીવિઅન્સ અધિકારીની નિયુક્તિ કરવાની રહેશે.
 • સૌથી પહેલા પોસ્ટ નાખનારાની જાણકારી આપવી પડશે.

OTT માટે નવી ગાઈડલાઈન્સ

 • કન્ટેન્ટના હિસાબે કેટેગરી નક્કી થશે.
 • OTT કન્ટેન્ટની પાંચ કેટેગરી બનાવવામાં આવશે.
 • U, U/A 7+, U/A 13+, U/A 16+, અને A કેટેગરી હશે.
 • ડિજિટલ પ્લેટફોર્મ પર પેરેન્ટલ લોકની સુવિધા આપવી પડશે.
 • એથિક્સ કોડ ટીવી, સિનેમા જેવા જ રહેશે.
 • OTT પ્લેટફોર્મ્સે સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવવી પડશે.
 • ફેક કન્ટેન્ટ નાખવા બદલ કડક કાર્યવાહી કરાશે.

ગાઇડલાઇન જાહેર કરતાં બાબતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓનો ભારતમાં કારોબાર માટે સ્વાગત છે, જે વખાણવાલાયક છે. તમે વેપાર કરો અને પૈસા કમાઓ. સાથે જ તેમણે કહ્યું કે સરકાર અસહમતિના અધિકારનું સન્માન કરે છે.

Leave a Reply