ગુજરાતના 19 પોલીસકર્મીઓને મેડલ એનાયત, બે જવાનને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ, જાણો નામ! - The Mailer - India

ગુજરાતના 19 પોલીસકર્મીઓને મેડલ એનાયત, બે જવાનને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ, જાણો નામ!

પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ ખાસ એવોર્ડ આપવામા આવતો હોય છે. ત્યારે આ વર્ષે પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને મેડલ આપવામાં આવનાર છે.

આ તમામ પોલીસ કર્મચારીઓના નામ સામે આવી ચૂક્યા છે. 2 જવાનોને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ તો 17 જવાનોને પોલીસ મેડલ એનાયત થશે.

આમને મળશે આ ખાસ એવોર્ડ

આઈજી ડૉ. અર્ચના શિવહરે, આઈજી જે. આર. મોથલીયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભરત માળી, આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાનો સમાવેશ થાય છે.

Leave a Reply