કવિતા- ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચેટ થઈ ગઈ!

પ્રખ્યાત કવિશ્રી અદમ ટંકારવીએ આ લખેલી કવિતા અત્યારના ડિજીટલ જમાનામાં ઘણી પ્રખ્યાત થઇ છે. આવો, તેને માણીએ…

નાની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ,

હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ.

અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો,

ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ!

કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો ,

બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ.

ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી;

ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ!

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ,

ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ.

અદમ ટંકારવી

Leave a Reply