Happy Birthday બેડમિન્ટન સ્ટાર- સાઇના નેહવાલ

બેડમિન્ટનની રમત જો ભારતમાં વધુ લોકપ્રિય બની હોય તો તેનો ફાળો સાયના નેહવાલને જાય છે. આજે આ ખાસ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલનો જન્મદિવસ છે.

સાયના નેહવાલ એ એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. સાયનાનો જન્મ 17મી માર્ચ, 1990નાં રોજ ઉત્તર ભારતના હરિયાણાનાં આવેલા હિસાર શહેરમાં થયો હતો. હાલમાં સાયનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ મળ્યો છે. 

પ્રસિદ્ધિ અને ખાસ વિનિંગ્સ

સાયના ઓલિમ્પિક રમતોમાં સિંગલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે, તથા વિશ્વ કનિષ્ઠ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છે. સાયનાનું નામ વિશ્વ ઇતિહાસમાં 21મી જૂન, ૨૦૦૯ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું, જ્યારે સાયનાએ ઇંડોનેશિયાઈ ઓપન પછી ચીન દેશની લિન વાંગ નામની ખેલાડીને જાકાર્તા  ખાતે હરાવીને સુપર સીરીઝ ટૂર્નામેન્ટ જીતી લીધી.

સાઇના નેહવાલને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાઇના નેહવાલ હરિયાણા તરફથી ભાજપમાં જોડાયા હતાં. જોકે, સીટ પર ઊભા રહેવા બાબતે તેમણે કોઇ નિવેદન આપ્યું નહોતું.

Leave a Reply