કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે કર્યુ આ કામ - The Mailer - India

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે કર્યુ આ કામ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ પ્રથમ વખત આજે જામનગર પહોંચ્યા હતા. આજે સવારે જામનગરના લાલપુર બાયપાસ ચોકડી સાથે આવતા જામનગર કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાદમાં હાર્દિક પટેલ અને જામનગરના કોંગ્રેસના આગેવાનો સાથે દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન માટે રવાના થયા હતા. જ્યા તેમને ભગવાન દ્વારકાધીશજીના મંદિરમાં દર્શન કર્યા હતાં. તેમણે આ તકે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મના ઈષ્ટદેવના દર્શન કરી આશીર્વાદ લેવા આવ્યો છું.

પત્રકારોને તેમણે અતિવૃષ્ટિથી ખાનાખરાબી, ભાજપના નવા પ્રદવેશ અધ્યક્ષની નિમણૂંક વગેરે પ્રશ્નો અંગે ઉતરો આપ્યા હતાં.

Leave a Reply