હેલ્થ ટીપ્સ સ્પેશિયલ: શરીર માટે કાળા ચણાં છે સ્વાસ્થ્યપ્રદ! - The Mailer - India

હેલ્થ ટીપ્સ સ્પેશિયલ: શરીર માટે કાળા ચણાં છે સ્વાસ્થ્યપ્રદ!

મનુષ્યનાં શરીરમાં ઘણાં એવા તત્વો રહેલાં છે, જેને જીવંત રાખવા માટે વિવિધ અન્ય તત્વોની જરૂર રહે છે. માનવ-શરીર માટે પ્રોટીન ઘણું આવશ્યક છે. દૂધ, ઇંડા, માંસ, કઠોળ એવાં ઘણાં ખાદ્ય-પદાર્થોમાંથી આ પ્રોટીન સારાં એવા પ્રમાણમાં મળી રહે છે.

ખાસ કરીને, કઠોળમાં કાળાચણાં કે બ્લેક-ચીકપીસ એ આયર્ન, ફાઇબર અને પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે. તેના નિયમિત સેવનથી શરીરને પૂરતું પ્રોટીન મળી રહે છે. સાથોસાથ તેના બીજાં પણ ઘણાં ફાયદા છે, તે આ મુજબ છે-

  • કાળા ચણાં કેન્સર-રોધક છે
  • હાડકાં મજબૂત કરે છે
  • માનસિક વિકાસમાં ઉપયોગી બને છે
  • વાળનું આયુષ્ય વધારવું હોય, તો કાળા ચણાં ઉત્તમ છે
  • ડાયાબિટીસનાં દર્દીઓ માટે લાભદાયક છે
  • કોલેસ્ટ્રોલ ઓછું રહે છે
  • આયર્નનો સારો એવો સ્ત્રોત કાળા ચણામાં રહેલો છે

Leave a Reply