ઉત્તર ભારતમાં હિમ-પ્રપાત: હિમાચલ સહિત ઉત્તરાખંડમાં બરફની ચાદર છવાઇ - The Mailer - India

ઉત્તર ભારતમાં હિમ-પ્રપાત: હિમાચલ સહિત ઉત્તરાખંડમાં બરફની ચાદર છવાઇ

નવી દિલ્હી: હિમાલય પર્વતમાળાથી છવાયેલા ભારતનાં ઉત્તરી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમ-પ્રપાતથી જનજીવન ખોરવાયું છે. છેલ્લાં ઘણાં દિવસથી બંને રાજ્યોમાં હિમ-વર્ષા જોવા મળી રહી છે.

ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષા સતત ચાલુ છે, તો રવિવારનાં રોજ હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. એવું પણ જણાવાઇ રહ્યું છે કે આગામી એક અઠવાડિયા સુધી હિમવર્ષાથી રાહત નહીં મળે. કેદારનાથ અને બદ્રીનાથ સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઈ ગયાં છે.

કુલ્લુ-મનાલીમાં તાપમાન શૂન્યથી ગગડીને માઇનસમાં જવા પામ્યું છે, ત્યારે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

Leave a Reply