હું તો હેલ્મેટ પહેરવાનો છું- તમે પહેરશો? - The Mailer - India

હું તો હેલ્મેટ પહેરવાનો છું- તમે પહેરશો?

રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવેથી શહેરી વિસ્તારોની હદમાં હેલમેટ મરજિયાત છે. ત્યારે હવે ઘણાં લોકો આ નિર્ણયથી ખુશ છે, તો બીજી બાજુ અમુક લોકો હજી પણ અવઢવમાં છે કે સરકાર ખરેખર કરવા શું માંગે છે!

એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરીએ છીએ?

એ બાબત જાહેર છે કે સરકારનાં આ નિર્ણયમાં વોટબેંકની નીતિ ક્યાંક ને ક્યાંક અસર કરે છે. કારણકે રાજ્યમાં છાશવારે એટલાં દેખાવો થયાં છે કે સરકારને લાગ્યું કે જો નિયમોમા રાહત નહીં આપીએ, તો કદાચ વોટ ન જતા રહે. પરંતુ, અહીં સવાલ એ છે કે એક જાગૃત નાગરિક તરીકે આપણે કેમ આ નિયમોનો વિરોધ કરીએ છીએ! શું હેલ્મેટ પહેરવું એટલું દુ:ખદ છે કે આપણને તે નડે છે? શું સીટબેલ્ટ પણ નડે છે? તો આપણે આપણી ગતિમાં ઘટાડો કેમ નથી કરી શકતા?

આ રીતે નહીં થાય વિકાસ!

સરકારનાં આ નિર્ણય પાછળ જે હોય એ પણ આપણે આપણું હિત પણ જોવાનું છે. ભલે અકસ્માત બનવાકાળ બની જતા હોય છે, પરંતુ એક નાની વાતનો ક્યાંક વસવસો ન રહી જાય, તે કરતાં ચેતતા નર સદા સુખી!

Leave a Reply